જીગ્નેશ તુ ને કર દીયા કમાલ, કોરોનાની મહામારીમાં બીજી લહેર માં અનેક લોકોએ મિત્રો, સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ૧૮૨ ધારાસભ્યોમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા અને હરહંમેશા પ્રજા માટે ઝીંગાલાલા રહેતા એવા જીગ્નેશ મેવાણીએ જે પ્રજાલક્ષી કામ કર્યું છે, તે ખરેખર આવકાર દાયક છે. આ ઓક્સીજન સિલીન્ડર રીફીલીંગ શરૂ કરવા કેટલા પાપડ તેલવગર તળવા પડ્યા છે, અને કેટલી મોટી મંજીલ કાપી છે. તે મેવાણીઓને જાણે છે. ત્યારે પ્રજા માટે ખરેખર કામ કરવું જ હોય તો કરી જ શકાય છે. પણ અડચણોમાં રસ્તા શોધે એ મેવાણી, ત્યારે દેશમાં ત્રીજી કોરોનાની લહેરના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા એવા જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એમના મતવિસ્તારની જનતા માટે ભવ્ય સ્ટેટ ઓફ દ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાળો ઓક્સિજન પ્લાન્ટ ત્યાર કરી દીધો છે. આ પ્લાન્ટ પ્રતિ દિન ૮૦૦ જેટલા જંબો ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી શકશે, જેનું આજરોજ છાપી ઁૐઝ્ર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્લાન્ટથી એક દિવસમાં ૮ ક્યુબિક મેટ્રિક ટન જેટલું મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય એવો પ્લાન્ટ જે માત્ર વડગામ નહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ઓક્સિજન પૂરું પડવાની સમતા ધરાવે છે.
કોરોનાની બીજી લહેર બાદ જે પરિસ્થિત ગુજરાત અને દેશ ભરમાં સર્જાય ત્યારે જ ધારાસભ્યશ્રી દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો કે વડગામની જનતા માટે કોઈ પણ કિંમતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવો છે. ત્યાર બાદ એક સંસ્થા “વિ ધ પિપલ ચેરિટેબલ ટ્રસ્ટ” મદદ કરવા સામે આવ્યું પરંતુ એનું ખાતું સરકાર દ્વારા ફ્રિજ કરવામાં આવ્યું હતું. આખરે ધારાસભ્ય જીગ્નેશ મેવાની દ્વારા હાઈ કોર્ટમાં કેસ દાખલ કરી , કોર્ટની મંજૂરી મેળવી પોતાની ગ્રાન્ટમાંથી એક કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે. ગુજરાતના તમામ ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા બનાવવામાં આવેલો આ સૌથી મોટો પ્લાન્ટ છે.