ગાંધીનગરના સેક્ટર-૨/બી ના પ્લોટ નંબર ૧૧૪૮/૨ ખાતે ભાડાનું મકાન રાખી ઘનશ્યામ પ્રજાપતિ (સહકાર કોલોની સે-૨૫ ) એ અમરનાથ કોર્પોરેશન નામે ઓફિસ ખોલી જુગાર નો અડ્ડો શરૂ કરી દીઘેલ હતો. પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિદેવ સહિત ૭ જુગારીઓ ની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર ૨/બી માં અમરનાથ કોર્પોરેશનના માલિકના નામે એ મકાન ભાડે રાખી જુગાર રમાડાય રહેલ છે. તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા (૧) ઘનશ્યામ પોપટલાલ પ્રજાપતિ (સે-૨૫, સહકાર કોલોની ) (૨) હરેશ રતિલાલ પટેલ ( પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ -રહે સ્વસ્તિક સોસાયટી સેક્ટર -૨૭) (૩) જયેશ અંબાલાલ પટેલ( શ્રીજી પાર્ક અડાલજ )(૪) કાનજીભાઈ આત્મારામ પટેલ( વાસુ પૂજ્ય સોસાયટી-સેટેલાઇટ ( અમદાવાદ ) (૫) કમલેશ પુજાભાઈ પટેલ (કસ્તુરી નગર -થલતેજ .અમદાવાદ) (૬) રણજીતસિંહ જીલુસિંહ ચાવડા ( સિદ્ધિવિનાયક સોસાયટી પેથાપુર)(૭) ભદ્રેશ રમણલાલ શાહ ( રાજપથ બંગલો -સરગાસણ ) (૮) બાબુભાઈ રામદાસ પટેલ ( સે-૨૮ કિશનનગર) (૯) જશવંતભાઈ નારણદાસ પટેલ (સે-૨૭/ડી ) ના ઓ સ્થળ ઉપર થી જે કોઈ ના આધારે જુગાર રમાડવા માં આવતો હતો તે તથા ૧લાખ ૨૭ હજાર રોકડા ,નવ મોબાઇલ, તથા પાંચ લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે . નોંધનીય છે કે પકડાયેલ જુગારીઓ પૈકી હરેશભાઈ રતિલાલ પટેલ પંચાયતના પૂર્વ પ્રમુખ હીનાબેન પટેલ ના પતિદેવ છે જ્યારે બાકીના જુગારીઓમાં બિલ્ડર વેપારીઓ હોય તેમના સ્વજનો એ સ્થાનિક નેતાઓ તેમજ અન્ય જાણીતા લોકો ભલામણો પોલીસ પર કરેલ હતી પણ પોલીસે બધા દબાણોને આવગણ્યા હતા.