GJ-18ગાંધીનગર ખાતે રોજબરોજ હજારો કર્મ ચારીઓ આ બિલ્ડીંગમાં આવન જાવન કરતા હોય છે.ત્યારે પાછળ જે રસ્તો આવ્યો છે,તેનો ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે.આ ગેઇટ બંધ થતાં રોજબરોજ કર્મચારીઓને ફરીને જવું પડે છે.ત્યારે લોકો નોટરી ,સોગંદનામું કરાવવા આવતા અરજદારો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઘણા દિવસોથી એટલે કે કોરોનાની મહામારી બાદ આ આવન જાવન કરવાનો રસ્તો બંધ કર્યા બાદ કોરોનાના કેસો ઘટવા છતાં આ ગેઇટ ખોલવામાં હજુ કેમ રાહ જાેઈ રહ્યા છે,તે સમજાતું નથી,MS બિલ્ડીંગમાં મહાનગરપાલિકા,તાલુકા પંચાયત થી લઈને અનેક કચેરીઓ આવેલી છે.ત્યારે હજારો અરજદારો જે હેરાન-પરેશાન થઈ રહ્યા છે ,તે સર્દભે સહાનુભૂતિથી વિચારે તે જરૂરી છે.