નવા કૃષિ કાયદાની આડઅસર, ગુજરાતની ૧૫ APMCને તાળાં લાગ્યાં, ૨૨૪માંથી ૧૧૪APMC બંધ થવાને આરે

Spread the love

કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની ૨૨૪ એપીએમસીમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજ્યની ૧૫ છઁસ્ઝ્ર ને તાળાં લાગી ગયા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં ૧૧૪ એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે. આ ઉપરાંત કેટલીક એપીએમસીની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.
નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજુ પણ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાંબા ગાળે ખેડૂતો અને એપીએમસીની ઘોર ખોદનાર આ કાળો કાયદો રદ કરવા દેશભરમાંથી અવાજ ઊઠી રહ્યો છે. આ અંગે માહિતી આપતા એપીએમસી કર્મચારી મંડળના પ્રમુખ અજિતસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે, નવા કાયદાની અમલવારી બાદ ગુજરાતની ૨૨૪ એપીએમસીની હાલત કથળી છે.નાની માર્કેટની આવક સદંતર બંધ થઇ જવા પામી છે. જ્યારે વર્ષે દહાડે કરોડોનું ટર્નઓવર ધરાવતી બજાર સમિતિઓની આવકને અસર પડી છે. નાની બજાર સમિતિની આવક બંધ થતાં તેઓએ માર્કેટને તાળાં મારી દેવાની ફરજ પડી છે. જ્યારે કેટલીક માર્કેટના હોદ્દેદારોએ કર્મચારીઓને છૂટા કરવા પડયાં છે. બીજી તરફ કેટલીક બજાર સમિતિએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડી પોતાના ફંડમાંથી પગાર ચૂકવવા રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાની સલામતી માટે ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા છે.રાજ્યની ૨૨૪ એપીએમસીના ૩૦૦૦ કર્મચારીને સરકાર અથવા માર્કેટ બોર્ડ હસ્તક લઇ લેવામાં રજૂઆત કરી છે. નવા કાયદા બાદ સર્જાયેલી કર્મચારીઓની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા કર્મચારી મંડળ વતી માગણી કરી છે.નવા એપીએમસી એક્ટને અમે મહદઅંશે આવકાર્યા છે, પરંતુ નવા કાયદાથી રાજ્યની બજાર સમિતિઓની આર્થિક સ્થિતિ પર ચોક્કસપણે ગંભીર અસર પડી છે. રાજ્યની ૧૧૪ બજાર સમિતિ થોડા મહિનામાં બંધ થવા જઇ રહી છે. તેમજ ગુજરાતની ૨૨૪ એપીએમસીના ૩૦૦૦ કર્મચારીઓની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. આવી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે સરકાર કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અપીલ સુરત બજાર સમિતિ કર્મચારી મંડળના પ્રમુખે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com