સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગેડ ખાતે ગઇ રાત્રીએ મટકી ફોડ કાર્યક્રમ ને લઈ ને એકજ સમાજ ના બે જુથો વચ્ચે બોલાચાલી બાદ ગરમાગરમી સર્જાઈ હતી અને રાત્રે મામલો થાળે પડયો હતો પરંતુ સવારે ફરી બે જુથ આમને સામને આવતા સામ-સામે પથ્થર મારો થયો હતો. તો પોલીસએ ટોળા ને વિખેરવા ટીયર ગેસના સેલ છોડયો. પ્રાંતિજ ના ગેડ ખાતે જન્માષ્ટમી ની રાત્રી ના રોજ મટકી ફોડ કાર્યક્રમ ને લઈ ને એકજ સમાજ ના બે જુથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને રાત્રે મામલો શાંન્ત પડયો હતો ત્યારે સવારે ફરી બન્ને જુથ્થો આમને સામને આવ્યા હતા અને જાેરદાર સામ-સામે પથ્થર મારો થયો હતો જયા બન્ને જુથ્થો ના અનેક લોકો ને નાની મોટી ઈજાઓ પોહચી હતી તો ગામ આવેલ જાહેર રસ્તા તથા મંદિર અને મકાન ના છાપરાઓ ઉપર આમને સામને પથ્થરોનો વરસાદ થયો હતો તો અનેક મકાનો ના પતરાઓ બાખોલા પડી ગયા હતા અને ગામમા નાસભાગ મચી જવા પામી હતી તો પ્રાંતિજ પોલીસ ને આ અંગેની જાણ થતા પ્રાંતિજ પીઆઈ એચ.એસ.ત્રિવેદી પણ તેમણી પોલીસ ટીમ સાથે ધટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા પણ તે દરમ્યાન પણ બન્ને જુથો સામ-સામે પથ્થર મારો ચાલુ રહ્યો હતો તો પોલીસ દ્રારા ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડયા હતા અને કાબુ ના આવતા હિંમતનગર , તલોદ અને પ્રાંતિજ પોલીસ ને તાબડતોબ બોલાવી દેવામા આવી હતી અને ત્યારબાદ વધુ પોલીસ આવતા આખરે મામલો થોડોક અશે શાન્ત પડયો હતો તો જયારે પથ્થર મારામા ઈજાઓ પોહચેલ બન્ને પક્ષ ના જુથ્થો ના લોકો ૧૦૮ દ્રારા પ્રાંતિજ અને હિંમતનગર સિવિલ મા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો જિલ્લા વડા એસપી નીરજ કુમાર બડગૂજર તથા જિલ્લા ડીવાયએસપી સૂર્યવંશી પણ તાત્કાલિક તાબડતોબ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડકમા કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા જયારે બીજીબાજુ કેટલાક તત્વો ની પોલીસ દ્રારા અટકાયત હાથ ધરવામા આવી હતી તો હાલતો આખુંય ગામ હાલતો પોલીસ છાવણીમા ફેરવાઈ ગયુ છે .