મા-બાપ અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અરજદારોને અરજી માટેનું ફોર્મ સરકારી ચાવડી ખાતેથી ઉપ્લબ્ધ બનાવવા માટે અમદાવાદ કલેક્ટરની સૂચના 

Spread the love

 

 

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

અમદાવાદ

મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ- 2007 ના અસરકારક અમલીકરણના ઉદ્દેશથી વરિષ્ઠ નાગરિક અને સગીર ન હોય તેવા સંતાનોના માતા-પિતાએ કાયદા હેઠળ અરજી માટેનું ફોર્મ રહેઠાણથી નજીક સરકારી ચાવડી ખાતેથી મળી રહે તે માટેની સૂચના આપવામાં આવી છે.

આ અંગે પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં વરિષ્ઠ નાગરિકો સરકારી સેવાઓ સુધી ન પહોંચી શકે ત્યારે તે સેવાઓ તેમના સુધી પહોંચાડવાનું આપણું સૌનું -પ્રશાસનનું ઉત્તરદાયિત્વ છે. આ બાબતને અનુલક્ષીને આપણે મા-બાપ અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમના અસરકારક અમલીકરણની દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ.”

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલા પરિપત્ર અનુસાર સરકારી ચાવડી ખાતેથી નિભાવ માટેનું અરજી ફોર્મ સરળતાથી મળી રહે તે માટે જિલ્લાના તમામ ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી અને પેટા વિભાગીય મેજિસ્ટ્રેટે તેમના તાબા હેઠળની મામલતદાર કચેરીઓના અધિકારક્ષેત્રમાં આવેલી સરકારી ચોરા-ચાવડી ખાતે મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ -૨૦૦૭ નિયમ ૬ (૧) માં દર્શાવેલ નમુના- ક મુજબની નિભાવ માટેની અરજીના ફોર્મ પૂરતી સંખ્યામાં ઉપ્લબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનું ઠરાવાયું છે.

પરિપત્રમાં જણાવાયું છે કે સંબંધિત ચોરાના તલાટીએ અરજી ફોર્મ વિના વિલંબે અને વિના મૂલ્યે આપવાનું રહેશે અને જરૂર જણાયે અરજી ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. આ અરજી ફોર્મ ભર્યા બાદ તલાટીએ વિગતોની પૂરતી ચકાસણી કરી અરજી મળ્યા બદલની પહોંચ આપવાની રહેશે તેમજ અરજી અંગેનું રજિસ્ટર ચોરા ખાતે નિભાવવાનું રહેશે.

અરજીના ફોર્મ સંબંધિત સર્કલ ઓફિસરે દર સોમવારે સંબંધિત ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી અને સબડિવિઝન મેજિસ્ટ્રેટને મોકલી આપવાનું રહેશે. આ ઉપરાંત ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટે નિભાવ માટેની અરજીઓ મળ્યેથી અપીલ રજિસ્ટરમાં નોંધી, અપીલ નંબરની જાણ અરજદારને ૫ દિવસમાં કરવાની રહેશે.

પરિપત્ર મુજબ આ અંગેની માહિતી વરિષ્ઠ નાગરિકોને મળી રહે તે માટે આ અંગેનું બોર્ડ ૧૦ દિવસમાં લગાવવાનુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ માટેની જોગવાઈઓ વધુ અસરકારક બનાવવા સરકારશ્રી દ્વારા મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ- ૨૦૦૭ ઘડવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઈઓને આધીન વરિષ્ઠ નાગરિક અથવા સગીર ન હોય તેવા સંતાનોનો માતા-પિતાને ભરણ-પોષણ માટે તથા કાયદામાં સંરક્ષિત કરેલા અધિકારો માટે ટ્રીબ્યુનલના પ્રમુખ અધિકારી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com