ગુજરાતમાં કોરોના વાયરસના લીધે મોટા ભાગના કામો ઠફ થઈ ગયા છે. ત્યારે હાલ વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રૂપાણી સરકારમાં બદલીઓનો દોર શરૂ થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે સરકારે સચિવાલય અને જિલ્લા સ્તરે ડી.ડી.ઓ થી લઈને કલેકટર મનપાના કમિશનરની બદલીઓની યાદી નું લિસ્ટ તૈયાર કરી લીધું છે ત્યારે સળંગ પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની પણ જિલ્લા બહાર બદલી ઓ થાય તો નવાઇ નહીં.
ગુજરાત સરકારમાં પાંચ વર્ષથી એક જ સ્થાન પર ફરજ બજાવતાં ડીડીઓ કલેકટર મ્યુનિસિપલ કમિશનર ની યાદી તૈયાર થઈ ગઈ છે ત્યારે જે જિલ્લાઓમાંથી ફરિયાદો મળેલી હોય ત્યારે આ બાબતે ફરિયાદોમાં કેટલુ તથ્ય છે. તે પ્રમાણે બદલી કરે તેમાં બે મત નથી હાલ બદલીઓના લિસ્ટમાં વડોદરા કલેકટર સાલીની અગ્રવાલ, રાજકોટ કલેકટર રમ્યા મોહન, જામનગર કલેકટર રવિશંકર, બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે, સુરત કલેકટર ધવલ પટેલ, મહેસાણા કલેક્ટર એચ.કે પટેલ, તથા ગાંધીનગર મહાનગર પાલિકા કમિશનર રતન કુંવરબેન ચારણ-ગઢવી થી લઇને ગુજરાતના ચાર જેટલા મહાનગરપાલિકાઓની બદલીઓનો દોર સંભળાઈ રહ્યો છે.