શૈક્ષણિક અને ઉદ્યોગ જોડાણ માટે એસવીજીયુ અને શેલ્બી દ્વારા નવી પહેલ 

Spread the love

અમદાવાદ

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અને શેલ્બી હોસ્પીટલ્સ હેલ્થકેર મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે સહયોગ કરે છે.નેશનલ એજયુકેશન પોલીસી અને યુજીસીની ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક અને ઔધોગિક સંસ્થાના સમન્વયથી નવા અભ્યાસક્રમ દ્રારા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ અનુસંધાને સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટ માટે એક નવો અભ્યાક્રમ શરૂ કરવા શેલ્બી એકેડેમી તેમજ શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ અનુસંધાને સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટનો એક નવો અભ્યાસક્રમ બીબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવશે. શેલ્બી એકેડેમી તથા શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ આ અભ્યાસક્રમમાં યુનિવર્સિટીના ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે વ્યવસાયિક ટ્રેનીંગ અને વ્યવસાયની તક પુરી પાડશે.સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અને શેલ્બી વચ્ચે થયેલા કરાર અન્વયે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA-HHM) નો ત્રણ વર્ષનો ગ્રેજ્યુએટ કોર્સ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા ૨૦૨૩ ના શૈક્ષણિક સત્રથી શરૂ – કરવામાં આવશે. જેમાં ૧૨ માં ધોરણ પછી કોઈ પણ પ્રવાહના વિધાર્થીઓ આ કોર્સ માં એડમિશન મેળવી શકશે. આ કોર્સ અંતર્ગત ક્લાસરૂમ શિક્ષણની સાથો સાથ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતા વિવિધ ક્ષેત્રોમાં શેલ્બી હોસ્પિટલ દ્રારા ટ્રેનીંગ પુરી પાડવામાં આવશે. ત્રણ વર્ષના આ અભ્યાક્રમ દરમ્યાન શેલ્બી હોસ્પિટલ ૧૯૦ દિવસની પ્રેક્ટિકલ ટ્રેનીંગ અને સાથો સાથ તેમને નોકરીની તક પુરી પાડવા અંગેના કરાર બંન્ને સંસ્થાઓ વચ્ચે થયા છે.ચાલુ શૈક્ષણિક વર્ષથી સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા શરૂ કરવામાં આવનાર આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રેક્ટિકલ ટ્રેનીંગ અને વ્યવસાયની એક આગવી તક પુરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com