અમદાવાદ
એનએસયુઆઈ ગુજરાત પ્રવક્તા હર્ષ ચૌહાણે જણાવ્યું કે
ગુજરાત યુનિવર્સિટી માં પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હજુ પણ પ્રવેશ થી વંચિત વિધાર્થીઓ પ્રવેશ માટે યુનિવર્સિટીમાં રોજ ધક્કા ખાઈ રહ્યા છે જ્યારે ગુજરાત યુનિ માં સ્નાતક .અનુસ્નાતક અને 3 વર્ષ LLB ના કોર્સ માં કુલ મળીને 15000 જેટલી સીટો ખાલી પડી રહી છે . તે બાબતે આજ રોજ NSUI દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનર IAS અધિકારી દિલીપ રાણા સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ગુજરાત યુનિ ની ખાલી રહેલી તમામ સીટો માટે પ્રવેશ થી વંચિત વિધાર્થીઓને પ્રવેશ મળે તે માટે એક રાઉન્ડ ફાળવવામાં આવે અને વિધાર્થી હિત માં પ્રવેશ ફાળવવામાં આવે તે માંગણી કરવામાં આવી હતી
